કોરોનાને આપો દેશવટો
સૌની કુશળતાની અપેક્ષા😊.
વર્તમાન સમયમાં દેશ આખો કોરોનારૂપી અસુર સામે લડી રહ્યો છે.😢 આ અસુરને સીધા લડીને નહિ મારી શકાય. તેનાથી બચવા દૂર રહેવું પડશે. દૂર એટલા કે પોતાના સ્વજન, પરિજન અને મિત્રોથી પણ દૂર.
મિત્રો, ગંભીરતા ન હોત તો લોકડાઉન થાય? દેવસ્થાનો બંધ થાય ખરાં! આજે પરમાત્મા મંદિર છોડી આપમાં વસ્યો છે. જીવન, ભવિષ્ય બધું આપના હાથમાં જ છે. એકલા અટૂલા રહી દેશ સેવાનો મોકો શા માટે ચૂકવો.
મિત્રો, યાદ રાખજો. કોરોનાને હળવાશથી લેવાશે તો આપણને ભારે પડશે. દુનિયાના વિકસિત દેશોની લાચારી જોઈ રહ્યા છીએ. સમય છે આપણે ડહાપણ બતાવવાનો.
મિત્રો કોરોનાને એકલો અટૂલો પાડીશું. તો તેની તાકાત ઘટશે. તે ભાગી જશે. આમ નહિ કરીએતો આપણે સૌ ભાંગી પડીશું.
સૌને હાથ જોડી વિનવણી આપ સૌ ઘરમાં જ રહો.
ડૉ. ભાવેશ રાવલ.
તા.27/03/2020.